એક યાદ

એક યાદ આવે છે મારા બાળપણ ની ,
નિર્દોષ ,નિખાલસ અને ગમ્મતભર્યા સમય ની ,
ભાઇબંદો સાથે કરેલા કીટ્ટા બુચ્ચા ની ,
સ્કૂલ માંથી છુટી રાજા બન્યા ના એહસાસ ની ,
એક યાદ આવે છે .......

એક યાદ આવે છે મારી મા  ની ,
સ્નેહ ,વાત્સલ્યના દરિયા સમી જનની ની ,
મા એ સંભળાવેલી શિખામણો ની, કવિતાઓ ની,
કદી ના વિસરે એવી એની નિખાલસ સ્મિત ની
એક યાદ આવે છે......

એક યાદ આવે છે મારા ભવિષ્ય ઘડવૈયાઓ ની ,
એમણે  મારી પાછળ ખર્ચેલા એક એક પળ ની ,
મારા નીરાશ થયા પછી ની આશા આપ્યા ની ,
મારા માટે કરેલા ત્યાગ અને બલિદાન ની,
એક યાદ આવે છે .........

એક યાદ આવે છે મારા કરેલા પરાક્રમો ની
આંબા ની વાળી માંથી ચોરી કરેલી  કેસર કેરીઓ ની ,
હસુ કાકા  ના સંભળાવેલાં ગમ્મતી ટુચકા ઓ ની ,
પાડોશ ના ઘરો ની બારી ઓ તોડી નાસી છૂટ્યાની ,
એક યાદ આવે છે...........





Comments